સંજોગ એવા માથે ફરે!
રાત લાંબી ને દીવસ ટુકા પડે..!
જ્યારે કોઈ આસ પાસ આપણું પોતાનું ન ફરે,
ત્યારે કોઈ પારકું સમીપે બેઠું જોવા મળે.
સંજોગ એવા માથે ફરે..
ઘડી બે ઘડીની ફુરસદ મળે કે ના મળે,
પણ ટાણે કટાણે ટોણા સાંભળવા મળે.. કે
સંજોગ એવા માથે ફરે..
વેદ ઉપનિષિદો ના જ્ઞાનની ગંગા,
આપણી આસ પાસ ફરે
'ને,
જ્ઞાની હંમેશા એકલા ફરે!
સંજોગ એવા માથે ફરે..
છે પલ બે પલ ની "સ્વયમભુ"જિંદગી,
છતાં દરેક માણસ રંગ ચડાવી ને ફરે,
સંજોગ એવા માથે ફરે,
રાત લાંબી ને દીવસ ટુકા પડે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ