નેઢપણ જી તપણી
કડેક ભૈગા હથ મે હથ રખી ભેગાં પા પણ હલધા વાસી.
છેણા અળાયા, ને કંઢા ભેગા કરી મચ પા પણ પેટાઈધા વાસી.
તપ વધાયલા ભેગા ટાયર કુથરી પણ ધુખાઈધા વાસી.
તપણી જે બાજુ પાયણ રખી, કૂંડાળો ગોલ કરે વીધાં વાસી.
ભેગા થઈ સજે દિ જી ગાલ યાદ કરે, ઠેઠા મસકરી કેન્ધા વાસી.
તેમે કેકે ક ધોખધણ કુથરીજા છંઢા ઉડાય રુરાઈધા વાસી.
ભેરા ભાઈબંધ જી ઓછ વેસે, ત ખોરમેં ગુલુડીયા વેરાઈધા વાસી.
નર ચે ભલે ને ઓછા આને મેં વા તોય લખે જી મોજ મેં વાસી.
નારાણજી જાડેજા
નર