Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કર્મધર્મનો સમન્વય છે શ્રી ભગવતગીતા.
ધર્મસંસ્થાપન આશય છે શ્રી ભગવતગીતા.

પરાત્પરબ્રહ્મનું ઉદબોધન છે પાર્થકાજે,
કર્મયોગીની જીવનલય છે શ્રીભગવતગીતા.

કર્તવ્ય અને ભાવના વચ્ચેનું સંતુલન છે,
યોગીઓ પણ તન્મય છે શ્રી ભગવતગીતા.

નિરાકારથી નરાકાર સુધીની યાત્રા કરાવે,
કર્તવ્યવિમૂઢને જ્ઞાનોદય છે શ્રી ભગવતગીતા.

સર્વવ્યાપી સર્વેશ્વરનાં જૂજવાં રૂપ સોહે,
કર્મયોગી માટે પથવિજય છે શ્રી ભગવતગીતા.

ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111770135
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now