વસંતને જ્યાં માણુ ઘડીક
ત્યાં પતઝડ બને છે જીંદગી,
ચોકઠાં બેસે જ્યાં સાચા ઘડીક
ત્યાં પાસા બદલે છે જીંદગી,
પ્રેમ મળે જ્યાં આત્માને ઘડીક
ત્યાં નફરત બને છે જીંદગી,
ઉત્તર મળે જ્યાં ખરો ઘડીક
ત્યાં પ્રશ્ન બદલે છે જીંદગી,
ધીરજ રાખું જ્યાં જીંદગીમાં ઘડીક
ત્યાં વિલંબ બને છે જીંદગી,
દોસ્ત! આસ્થા રાખું જ્યાં પ્રભુમાં ઘડીક
ત્યાં પ્રભુ જ બદલે છે જીંદગી.
-Falguni Dost