અહીં તહીં ના ગોત મને,
હું છું તારામાં તુજમાં જ શોધ મને,
માખણ મિસરીના ન મોહ મને,
હું છું દરેક અન્ન-અન્નમાં જ કણમાં શોધ મને,
ભુખ્યાને મળે અન્ન તો ગમે મને,
હું છું ગરીબનાય ર્હદયમાં દરેક જીવમાં શોધ મને,
કહું વધુ હવે ના સુઝે મને,
દોસ્ત! તું વસે મુજમાં જ ને તારામાં શોધ મને.
-Falguni Dost