શ્રી નર્મદાશંકર મહેતા. (૨૩-૦૮-૧૮૭૧ >૨૧-૦૩-૧૯૩૯)
આ સ્વાશ્રયી અને પ્રતાપી મહાપુરુષ ની થોડી જીવન ઝરમર .
આપને "અગમ નિગમ" અને ચર્ચાસ્પદ "સરી જતી રેતી" નવલકથા રચી ગુજરાતી સાહિત્યમાં ખળભળાટ મચાવી પદાર્પણ કરનાર સ્વ. શ્રી યશોધર મહેતા યાદ હશે જ તેઓશ્રીના પિતા અને સંગીત રસિયાઓને સંગીતનું ઘેલું લગાડી, ભારતભરના માનવંતા અને જાણીતા પંડિતો અને ઉસ્તાદોને આમંત્રી અમદાવાદને આંગણે રજુ કરનાર "સપ્તક" ના પ્રણેતા સ્વ. નંદનભાઈના દાદાજી તે સ્વ.નર્મદાશંકર દેવશંકર મહેતા. આટલી ટુંક યાદ બાદ જરા વિશેષ.
શૈક્ષણિક કારકિર્દી અને વ્યવસાયઃ-
સાઠોદરા નાગર જ્ઞાતિના શ્રી નર્મદાશંકર મહેતાનો જ્ન્મ તેમને મોસાળ નડિયાદમાં ઉલ્હાસરામ કંથારિયાને ત્યાં ઈ સ ૨૩-૦૮-૧૮૭૧ના રોજ થયો હતો. તેમના પૂર્વજો મુળ અલીણાના,પણ દાદાને નડિયાદમાં ઘર મળતા નડિયાદ અને પછી કેટલાક સમય બાદ અમદાવાદ એમના કુટુંબનું નિવાસ સ્થાન બન્યું. કુટુંબના વડવાઓને સરકારી નોકરી માફક આવી ગયેલી. નર્મદાશંકરના (પ્રપિતામહ) પિતાના દાદા,પરદાદા લલ્લુભાઈને સરકારી નોકરી માટે લુણાવાડામા સ્થાન મળેલું. (પિતામહ) પિતાના પિતા, દાદા નભુલાલ મહેતા તલાટી હતા. પિતા દેવશંકર મહેતા (૧૮૫૨ - ૧૯૦૫) સરકારી નોકરીમાં કારકુનપદથી શરૂ કરી મામલતદારપદ અને સચીનના નવાબના દીવાનપદ સુધી પહોંચ્યા હતા. નર્મદાશંકરના માતા રૂક્ષ્મણી કવિ 'કલાન્ત'તે બાળાશંકર કંથારિયાના બહેન થાય. નર્મદાશંકરના (માતામહ) માતાના પિતા, નાના ઉલ્હાસરામ કંથારિય મામલતદાર હતા, અને કાકા પણ સરકારી નોકર - શિરસ્તેદાર હતા. નર્મદાશંકર ૧૮૮૪માં(B.A.) બી. એ.મા પ્રથમ વર્ગમાં પાસ થી યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં પહેલા આવી ભાઉ દાજી ઈનામ જીત્યા અને ગુજરાત કૉલેજમાં માસિક રૂ ૧૦૦ની દક્ષિણા મુર્તિ ફેલોશિપ પામ્યા.(M. A.) એમ એ થઈ તે સહેલાઈથી સંસ્કૃત શક્તિશાળી અધ્યાપક બની શકત, પણ સરકારી મહેસુલ ખાતાના અમલદાર પિતાએ પુત્રની પોતાના જેવી અમલદારી ઈચ્છી. તે જમાનો બ્રીટીશ રાજ્યનો હતો અને લોકોક્તિ હતી કે "બ્રીટીશ રાજ્યમાં સૂર્યનો અસ્ત થતો નથી." માતાપિતાના પક્ષે કૌટુંબિક સંસ્કારો પણ સરકારી નોકરીના જ હતા એટલે હાથમાં આવેલ અધ્યાપકની નોકરી બાજુએ મુકી માસિક રૂપિયા (૨૦) વીસના પગારે કારકુન બની ધંધુકા ગયા. એમના આ નિર્ણયની એમના કેટલાક મિત્રો ટીકા કરતા હતા ત્યારે એમના ગુરુ શ્રીમન્ નૃસિંહાચાર્યજીએ તેનું અનુમોદન કરતાં કહ્યું કે નર્મદાશંકરનો ઉદય એ નોકરીમાં જ છે.
નૃસિંહાચાર્યજીનું એ ભાવિદર્શન સાચું હતું.૧૮૯૬માં કારકુનપદથી સરકારી નોકરીનો પ્રારંભ કરનાર નર્મદાશંકરને તેમાંથી મામલતદારને ડેપ્યુટી કલેક્ટરના પદ ઉપર પહોંચતા ઝાઝા વર્ષો વીત્યા નહિ અમદાવાદ મ્યુનિસિપાલિટીમા પહેલી વાર ચીફ ઑફિસર નીમવાનો થતા તેણે તેમની સેવા સરકાર પાસેથી ઉછીની લઈ ૧૯૧૦માં પોતાના ચીફ ઑફિસર બનાવ્યા.એ હેસિયતમાં સવાપાંચ વર્ષ કામગીરી બજાવી તે સરકારમાં પાછા ગયા.મુંબાઈમાં વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદ નીચેની બાદ્રા મુનિસિપાલિટીના તેડાવ્યા તે ત્યાં જઈ ૧૯૧૭-૧૯ના ગાળામાં ચીફ ઑફિસર બન્યા. ફરી અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર તરીકે નિયુક્ત થતા ૧૯૧૯ થી ૧૯૨૪ ના સાડાચાર વર્ષ સુધી એ પદ શોભાવ્યું. એ સમય પુરો થયા બાદ સરકારમા જઈ ત્યાં તરત એમની સેવાઓ મુબઈના મ્યુનિસિપલ કોર્પોરેશને માંગતા મુંબઈ જઈ તેમણે પ્રથમ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્રર તરીકે અને પછી કમિશ્નર તરીકે છ વર્ષ મુંબઈ શહેરની સેવા બજાવી.(ICS) આઈ સી એસના સિનિયર સનદી અમલદારોને જ મળતું માસિક (રૂ/૩,૫૦૦) સાડાત્રણ હજાર રૂપિયાના એ ઉચું સ્થાન આ બિન- સનદી હિંદી અમલદારને મળ્યું તે તેમની ઉચ્ચ કાર્યદક્ષતા અને કાબેલિયત ને આભારી હતું. ૧૯૩૧માં તેઓ નિવૃત થયા ત્યારબાદ ખંભાતના નવાબ સાહેબના નિમંત્રણથી ૧૯૩૧ થી ૧૯૩૪ ના ગાળામા સવા બે વર્ષ સુધી તેમણે એ રાજ્યની દીવાનગીરી સંભાળી. ૧૯૩૧મા સરકારે એમની આ બધી આગવી સેવાઓની કદર કરી એમને 'દીવાન બહાદુર'ના ઇલ્કાબથી નવાજ્યા.
આટલા ઉચ્ચ પદ અને પગાર તથા રાજ્દરબારમાં અને પ્રજામાં માન અકરામ પામ્યા, જો અધ્યાપક થયા હોત તો તેમને કદાચ લાભ ના મળત.. એમનો ઉદય સરકારી નોકરીમાં હોવાથી એમના સદગુરુની વાણી આમ સાચી પડી પક્ષઘાતના હુમલાએ એમને ૧૯૩૪ના ફેબ્રુઆરીમાં ફરજિયાત આરામની પથારી આપી ના હોત તો એ કર્મયોગી પુરુષ અંગ્રેજીમાં કહે છે તેમ '(Died-in-harness, ડાઈડ-ઈન-હાર્નેસ) જીવન જીવી મૃત્યુ પામ્યો હોત.આટલી સફળ કારકિર્દી અને ભૌતિક અભ્યુદય એમની પરસેવાની કમાણી હતી. કુશળ વહીવટ કર્તા, (ICS) આઈ સી એસ ના હોવા છતાં મુંબઈ કોર્પોરેશનનું કમિશ્નરપદ એમને મળવું જોઈએ એવી ભલામણ એક સિનિયર (ICS) આઈ સી એસ અમલદાર મી.હ્યુ ક્લેટે ૧૯૨૫માં કરી હતી આ તેમની કાર્ય દક્ષતાનો પુરાવો છે.
શ્રી નર્મદાશંકરની સાહિત્યોપાસનાઃ-
૧૯૩૨ માં, તેમણે ઉપનિષદ વિચારણા અને શક્તિ સંપ્રદાય (શક્તિનો ઇતિહાસ) પ્રકાશિત કર્યો. સુપ્રજન શાસ્ત્ર અને સંધ્યાકર્મ વિવરણ એ તેની અન્ય કૃતિઓ છે. અનંતરાય રાવલે સંપાદિત ધરમત્વ-વિચાર, મરણોત્તર ચાર ગ્રંથો (૧૯૭૨, ૧૯૭૭. ૧૯૭૮ અને ૧૯૮૦) માં પ્રકાશિત થયા હતા, જેમાં તેમના સાહિત્ય, ધર્મ અને ફિલસૂફી પરના લખાણો સામેલ છે.
અમદાવાદના અભ્યુદયમાં ઘણી વ્યક્તિઓએ ફાળો આપ્યો છે.સ્વ.શ્રી વલ્લભભાઈઅને દાદા સાહેબ માવલંકર ની માફક સ્વ શ્રી નર્નદાશંકર ભાઈએ પણ અમદાવદની સેવા કરી છે.
સ્થાનિક સ્વરાજ્યના ઊંડા અભ્યાસી હતા.તેઓ એક તત્વજ્ઞાની હતા. સંસ્કૃત ભાષા ઉપરનો તેમનો કાબૂ સંગીન હતો,લગભગ આખી જિંદગીમાં જવાબદારી ભરી નોકરીમાં સતત રોકાએલા રહેતા હોવા છતાં સંશોધાત્મક પ્રકૃતિના કારણે સમય ફાજલ પાડીને તત્વજ્ઞાન જેવા ગહન વિષય ઉપર ગણનાપાત્ર લેખો લખતા હતા. તેમનું જ્ઞાન એટલું ઊંડું હતું કે તે બાબતમાં તેમની સરખામણી ભારતના રાષ્ટ્ર્પતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે કરવામા આવે તો તે અસ્થાને નહિ ગણાય. તેમનો વિદ્યાપ્રેમ સાબીત કરે છે,તેમજ તેઓ સાચા અર્થમાં કર્મયોગી હતા. સ્વર્ગસ્થ પંડિતયુગના સંતાન હતા, અને જન્મે નાગર બ્રાહ્મણ હતા. આમ વિદ્યાભ્યાસ વારસામાં મળેલો. તેમની કૃતિઓ મૌલિક ચિંતનાત્મક અને સંશોધાત્મક છે.તેમનું તેજસ્વી સ્વરૂપ અને નીડરતા સામા માણસને અભિભૂત કરતા તેઓ ગુજરાતના સંતાન હતા તે માટે ગુજરાત હંમેશાં ગૌરવાંતિત રહેશે.
૧૯૩૧માં તેઓ નિવૃત થયા ત્યારબાદ ખંભાતના નવાબ સાહેબના નિમંત્રણથી ૧૯૩૧ થી ૧૯૩૪ ના ગાળામા સવા બે વર્ષ સુધી તેમણે એ રાજ્યની દીવાનગીરી સંભાળી. ૧૯૩૧મા સરકારે એમની આ બધી આગવી સેવાઓની કદર કરી એમને 'દીવાન બહાદુર'ના ઇલ્કાબથી નવાજ્યા. આટલા ઉચ્ચ પદ અને પગાર તથા રાજ્દરબારમાં અને પ્રજામાં માન અકરામ પામ્યા, જો અધ્યાપક થયા હોત તો તેમને કદાચ આ લભ્ય ના થાત.. એમનો ઉદય સરકારી નોકરીમાં હોવાથી એમના સદગુરુની વાણી આમ સાચી પડી પક્ષઘાતના હુમલાએ એમને ૧૯૩૪ના ફેબ્રુઆરીમાં ફરજિયાત આરામની પથારી આપી ના હોત તો એ કર્મયોગી પુરુષ અંગ્રેજીમાં કહે છે તેમ Died-in-harnesh '(ડાઈડ-ઈન્-હાર્નસ) જીવન જીવી મૃત્યુ પામ્યો હોત.આટલી સફળ કારકિર્દી અને ભૌતિક અભ્યુદય એમની પરસેવાની કમાણી હતી. કુશળ વહીવટ કર્તા, (ICS) આઈ સી એસ ના હોવા છતાં મુંબઈ કોર્પોરેશનનું કમિશનરપદ એમને મળવું જોઈએ એવી ભલામણ એક સિનિયર આઈ સી એસ અમલદાર મી.હ્યુ ક્લેટે ૧૯૨૫માં કરી હતી આ તેમની કાર્ય-દક્ષતાનો પુરાવો છે.
શ્રી નર્મદાશંકર મહેતાએ તેમની કૃતિઓ ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતમાં લખી હતી. તેમણે હિન્દુ ધર્મ અને ભારતીય તત્વજ્ઞાન વિશેના વિવિધ સામયિકોમાં સો જેટલા વિદ્વતાપૂર્ણ લેખ પ્રકાશિત કર્યા છે. તેમના લખાણોમાં વિચારની સ્પષ્ટતા, સતત વૈજ્ઞાનિક અને ઉચ્ચ ઉદ્દેશ્ય અભિગમ અને રસદાર શૈલી દ્વારા ઉલ્લેખનીય થયેલ છે. તેમણે પોતાની સાહિત્યિક કારકીર્દિની શરૂઆત ૧૮૮૫ માં સતી નાટક નાટક લખીને કરી.તેમનો હિન્દ તત્તજ્ઞાનનો ઇતિહાસ (ભારતીય તત્વજ્ઞાન નો ઇતિહાસ), અનુક્રમે ૧૯૨૪ અને ૧૯૨૫ માં બે ભાગમાં પ્રકાશિત થયો, તે હિન્દુ દર્શનની. ઐતિહાસિક કથા છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તે આ પ્રકારનો પ્રથમ પ્રકાર હતો. કેટલાક વિદ્વાનોના મતે, તે સુરેન્દ્રનાથ દાસગુપ્ત અને સર્વપલ્લી રાધાકૃષ્ણન કરતા ભારતીય દર્શનના દર્શનાઓના ઐતિહાસિક ક્રમને વધુ યોગ્ય રીતે જાળવી રાખે છે, અને કેટલાક ઐતિહાસિક તથ્યોની નોંધ કરે છે જે અન્ય વિદ્વાનો કરવામાં નિષ્ફળ ગયા છે. ૧૯૩૨ માં, તેમણે ઉપનિષદ વિચારણા અને શક્તિ સંપ્રદાય (શક્તિનો ઇતિહાસ) પ્રકાશિત કર્યો. સુપ્રજન શાસ્ત્ર અને સંધ્યાકર્મ વિવરણ એ તેની અન્ય કૃતિઓ છે. અનંતરાય રાવલે સંપાદિત ધરમત્વ-વિચાર, મરણોત્તર ચાર ગ્રંથો (૧૯૭૨. ૧૯૭૭. ૧૯૭૮ અને ૧૯૮૦) માં પ્રકાશિત થયા હતા, જેમાં તેમના સાહિત્ય, ધર્મ અને ફિલસૂફી પરના લખાણો શામેલ છે.
તેઓ એક તત્વજ્ઞાની હતા. સંસ્કૃત ભાષા ઉપરનો તેમનો કાબૂ સંગીન હતો, લગભગ આખી જિંદગીમાં જવાબદારી ભરી નોકરીમાં સતત રોકાએલા રહેતા હોવા છતાં સંશોધાત્મક પ્રકૃતિના કારણે સમય ફાજલ પાડીને તત્વજ્ઞાન જેવા ગહન વિષય ઉપર ગણનાપાત્ર લેખો લખતા હતા. તેમનું જ્ઞાન એટલું ઊંડું હતું કે તે બાબતમાં તેમની સરખામણી ભારતના રાષ્ટ્ર્પતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે કરવામા આવે તો તે અસ્થાને નહિ ગણાય. તેમનો વિદ્યાપ્રેમ સાબીત કરે છે,તેમજ તેઓ સાચા અર્થમાં કર્મયોગી હતા. સ્વર્ગસ્થ પંડિતયુગના સંતાન હતા, અને જન્મે નાગર બ્રાહ્મણ હતા.
આમ વિદ્યાભ્યાસ વારસામાં મળેલો. તેમની કૃતિઓ મૌલિક ચિંતનાત્મક અને સંશોધાત્મક છે.તેમનું તેજસ્વી સ્વરૂપ અને નીડરતા સામા માણસને અભિભૂત કરતા તેઓ ગુજરાતના સંતાન હતા તે માટે ગુજરાત હંમેશાં ગૌરવાંતિત રહેશે.
વહીવટી કુશળતા અને કાર્ય દક્ષતા.
વલ્લભભાઈ અને દાદા સાહેબ માવલંકર ની માફક સ્વ શ્રી નર્મદાશંકર ભાઈએ પણ અમદાવદની સેવા કરી છે. સ્થાનિક સ્વરાજ્યના ઊંડા અભ્યાસી હતા.અમદાવાદના અભ્યુદયમાં ઘણી વ્યક્તિઓએ ફાળો આપ્યો છે.સ્વ.શ્રી વલ્લભભાઈ અને દાદા સાહેબ માવલંકર ની માફક સ્વ શ્રી નર્મદાશંકર ભાઈએ પણ અમદાવદની સેવા કરી છે. સ્થાનિક સ્વરાજ્યના ઊંડા અભ્યાસી હતા.
અમદાવાદ મ્યુનીસિપાલિટીમાં ઘણા સુધારા કર્યા.
ટાઉન પ્લાનીંગ એક્ટ પ્રમાણે સુધારણા કરવામાં મ્યુનિસિપાલિટીને ખર્ચ કરવા પૈસા જોઈએ તે વાર્ષિક આવકમાંથી મેળવી શકાય તેમ ના હોવાથી, ગૃહસ્થો નગર સુધારણાની કલ્પનાને તમારે સિધ્ધ કરવી હોય તો પ્રજાએ મ્યુનિસિપાલિટીને સહકાર આપવો જોઈએ.કોઈ પણ નવી સૃષ્ટિ ભાંગ્યા તુટ્યા વિના થતી જ નથી. રુદ્રની સત્તા અને બ્રહ્માની સત્તા આ જગતમાં સમકાળે જ કામ કરે છે. માત્ર દૃષ્ટિ મર્યાદાનો જ ભેદ હોય છે. એક સ્થાને ખંડન તો બીજા સ્થાને મંડન થાય છે. આપણું શરીર જે રીતે બદલાય છે તે જ રીતે વિરાટ શરીર અને તેના અંગો અને અવયવો પણ બદલાય છે.
વિના પ્રયોજન તોડવું એ બાલચેષ્ટા, પરંતુ હેતુપુરઃસર ભાંગવું તોડવું એ તો રૂદ્રની દૈવી ચેષ્ટા છે. એ આપણે વિસરવું જોઈએ નહિં.
(૧) રેલ્વે દ્વારા ૩૦ કે ૫૦ માઈલ દુરની રેલ્વે મુસાફરીની ટિકીટ પર છ (૬) પાઈનો વધારો. આથી અંદાજે વાર્ષિક રૂ/- ૫૦,૦૦૦/- ની આવક થાય.
(૨) સ્થાવર મિલ્કતના વેચાણ ઉપર જે સ્ટેમ્પ ડ્યુટી લેવાય છે તેના સંબંધમાં જે ટ્રાન્સફર દસ્તાવેજમાં દાખલ થાય તેના દર સેંકડે બે ટકા.
(૩) મ્યુનિસિપલ લીમીટમાં જે ખુલ્લી જમીન પડી રહી છે,તેને બીન ખેતી લાયક કરી, તેની કિંમત અંકાવી તેની પર "લેન્ડટેક્સ" નાંખવો.
આવા અન્ય સુધારાઓ કરી, ટેક્સનો બોજો ગરીબ મધ્યમ વર્ગને માથે પડવાનો સંભવ નથી.ટેક્સ નાંખવાનો અધિકાર મ્યુનિસિપાલિટીને નથી. કોઈ પણ જાતનો ટેક્સ નાંખતાં પહેલા તેને સરકારની મંજુરી મેળવવી પડે છે.
(૧) જકાત વેરામાં સુધારો કરી મુંબાઈ ઈલાકામાં ટર્મિનલ ટેક્સ, દાખલ કરી ૮,૯૫,૦૦૦ (આઠ લાખ પંચાણુ હજાર) ની આવક મ્યુની. ને કરી આપી.
(૨) મ્યુનિસિપાલિટી અને સરકાર વચ્ચે વોટર વર્કસનું જે કામ ખોરંભે પડ્યું હતું, તેનો નવો પ્રોજેક્ટ કરાવી ખર્ચમા ૫૦% જેટલી રકમ સરકાર પાસેથી લઈ પુરુ કરાવ્યું.
(૩) શહેરમાં કસાઈ ખાંટ (સ્લોટર હાઉસ) હોવાથી જૈન તથા હિન્દુઅને ઈતર શાકાહારી પ્રજાની (નોન માંસાહારી, શાકાહારી પ્રજાની) લાગણી દુભાતી હતી, તે દૂર કરી જમાલપુર દરવાજા બહાર નવું સ્લોટર હાઉસ શરૂ કરાવ્યું.
(૪) નવી મીટ માર્કેટ બનાવી મીટ ઢાંકીને લઇ જવાની વ્યવસ્થા કરી હિન્દુ અને ઈતર શાકાહારી પ્રજાની (નોન માંસાહારી) લાગણી ના દુભાય તેવી વ્યવસ્થા કરી.
(૫) શહેરની ગીચ વસતીને લીધે મધ્યમ વર્ગના લોકોને હવા ઉજાસવાળા મકાન રહેવા મળે તે આશયથી નગર રચનાનું કામ શરૂ કરાવ્યું.
(૬) કાકરિયા સ્કીમ,એલિસબ્રિજ સ્કીમ, સીટી વોલ ઈમ્પ્રુવમેન્ટ સ્કીમ વગેરે તૈયાર કરી અમલમાં મુકી.
(૭) જેનું સુંદર પરિણામ કાકરિયા, એલિસબ્રિજ તરફ સેંકડો બંગલાઓ અને ચાલીઓ, ફ્લેટ્સ બંધાયા તેનો યશ શ્રી મહેતા સાહેબને ફાળે જાય છે.
(૮) તેઓશ્રીની કાર્યદક્ષતાથી પ્રભાવિત અન્ય મ્યુનીસિપાલિટીઓ તેમની સ્કીમોનું અનુકરણ કરવા લાગી.
(૯) મુંબાઈ કોર્પોરેશનમાં પણ કેટલીક અગત્યની સ્કીમો ઘડવા તેઓશ્રીને મોટા પગારે ખાસ બોલાવ્યા. ત્યાનું કામ પુરુ થતા
(૧૦) સર એમ. વિશ્વેસરૈયાના પ્રોગ્રામનું અધૂરું કામ પુરુ કરાવ્યું.
(૧૧) ત્યાંથી રીટાયર થતા ૧-૧૨-૧૯૩૧ થી ખંભાત સ્ટેટમાં ઘણા ઊંચા પગારે દીવાન તરીકે નિમાયા.
(૧૨) ખંભાતનો સમુદ્ર નદીઓના કાંપથી પુરાતો જતો હતો, તે અંગે તેનો કાંપ દૂર કરી ( ડ્રેજીંગ) કરી સાબરમતી નદીનું મુખ પહોળું કરી સ્ટીમરો અને મોટા જહાજો અમદાવાદ સુધી આવે અને અમદાવાદ એક સુંદર બંદર તરીકે વિકાસ પામે. આ સ્કીમ અમલમાં આવે તે દરમ્યાન તેઓને "પેરાલીસીસનો એટેક આવવાથી રીટાયર થઈ અમદાવાદ આવી ગયા. તેમની આ સ્કીમ અધુરી રહી તેનો તેમને અંત સુધી વસવસો રહ્યો.
હવે તો નર્મદા મૈયા રોતી સાબરમતીની વ્હારે આવ્યા છે, અને તે હાલ ખુશખુશાલ બે કાંઠે વહી રહી છે. સ્વ. શ્રી નર્મદાશંકરનું એ અધુરુ સ્વપ્ન કોઈ વિરલો તેમના જન્મ જયંતિના ૧૫૦મા વર્ષે (૨૩-૦૮-૧૮૭૧ > ૨૩-૦૮-૨૦૨૧) પૂર્ણ કરી તેમના આત્માને શાંતિ આપશે? અમદાવાદ મ્યુનિસિપાલિટી અને ગુજરાત સરકારને આ ખુલ્લો પડકાર છે.
(૧૨) નામદાર સરકારે તેઓશ્રીની સેવાની કદરમાં 'દીવાન બહાદુર' નો ખિતાબ સને ૧૯૩૧ના જુન માસમાં એનાયત કર્યો હતો. (એવોર્ડનું ચિત્ર)ખંભાત સ્ટેટના દીવાનપદેથી રીટાયર થઈ છલ્લો નિવૃત શાંત સમય અમદાવાદ ખાતેના શાહીબાગમાં આવેલા " શિવ સદન"મા ઈશ્વર સ્મરણ કરતા લકવાની બીમારીથી ૨૧-૦૩-૧૯૩૯ ફાગણ વદ ૧૪ સોમવારે નશ્વર દેહ ત્યજી સ્વર્ગવાસી થયા.
પ્રભુ દિવંગતના આત્માને પરમ શાંતિ આપો.
સંદર્ભઃ- દીવાન બહાદુર નર્મદાશંકર મહેતા સ્મારક ગ્રંથમાંથી સાભાર