અખંડભારતની રચનામાં
અમૂલ્ય ફાળો પ્રદાન કર્યો
ચાણક્યનીતિ અપનાવી
રજવાડાનું વિલિનીકરણ કર્યું
પીડાની યાતના સહીને
લોખંડી પુરૂષતરીકે ઓળખાયા
સત્યાગ્રહને સફળ બનાવી
સરદાર નું બિરૂદ પામ્યા
સર્વોચ્ચ સ્થાનને પળભરમાં ઠુકરાવી
પોતાની ખુમારી દર્શાવી
ગુજરાતના આ તેજસ્વી તારલાને ગુજરાતે
‘સ્ટેચ્યુઓફયુનિટી’ જેવું સ્મારક બનાવી ગૌરવપ્રદાન કર્યુ…
કોટિ કોટિ પ્રણામ ગુજરાતની ગરિમાને….
-કામિની