*સંકલ્પ*
રહે સંકલ્પ કલ્પ સુધી,
અડગ રહું અનંત સુધી.
સંકલ્પનું નિત્ય નિયમ,
નિભાવું નિયતિ સુધી.
સાથ આપું સત્યનું,
પરમાર્થને કાજે થકાય નહીં.
પરોપકાર ના રસ્તે ચાલુ,
ઉપકાર કોઈના ભુલાય નહીં.
દુઃખ જોઈ પારકાનું,
હદય મારુ પથ્થર થાય નહીં.
કહે નર આ જગતના નરનારી માં,
વસે ભગવન્ એ ભુલાય નહીં
નારાણજી જાડેજા
નર
ગામ: ગઢશીશા
હાલ: મુન્દ્રા
તા:૨૯/૧૦/૨૧