હસતું રમતું જીવન, લાગવા માંડ્યું છે એક ભારી ભરખમ બોજ
ચાલી ગયો નીલ ગગનમાં, મને એકલી મૂકીને, દૂર કહીંક, મારો એ દિલસોઝ
ભીડમાં એકલવાયું જીવન થઈ ગયું છે; ભરી મહેફિલમાં અંધારું છવાયું છે
આપણે જે ગીત બીજાઓ માટે ગાતાં, તે આજે આપણે માટે ગવાયું છે
"ઓ નીલ ગગનના પંખેરુ તું કાં ન પાછો આવે....... મને તારી યાદ સતાવે....."
તું કેવો છે, ક્યાં છે, કોઈ તો મને અણસારો આપે, કાંઈક તો બતાવે.
Armin Dutia Motashaw