🌹🔅🌹🔅🌹🔅🌹🔅🌹
જેને સતગુરૂ મળ્યા સાચા રે....
સ્વરૂપ એને ઓળખાયા રે....
ગુણ ગુરૂના એણે ગાયા રે
સ્વાસ-ઉસ્વાસે સાધના કરો તો
ત્રિવેણીમાં તમારા ધામા રે...
. જેને સતગુરૂ મળ્યા....
અષ્ટસિદ્ધિ અને નવનિધિ તો
. સંત ચરણની દાસી રે....
. જેને સતગુરૂ મળ્યા....
અડસઠ તીર્થ સતગુરૂ ચરણે
. તેત્રિસ ભલે કરે તે આશા રે....
જેને સતગુરૂ મળ્યા...
મૈસુરબાપુ નો દાસ બીજલ કહે
. ગુરૂદેવ હું બાળક છુ તમરો રે..
જેને સતગુરૂ મળ્યા...
.
🌸બ્રીજ 🌸