મૌન
ભરી સભા વીરોની, ચિર હરણમા શુરવીર રહે મૌન.
પિતાના એક વચનને, ચૌદ વર્ષનું વનવાસ લઈ રહે મૌન.
કહે કૃષ્ણ ધર્મનું રક્ષણ ને સત્ય ન્યાય માટે ન રહેજે કદીયે મૌન.
મુકી દેજે મંદિરમાં તું પારકી પંચાત, રહેજે બે ઘડી તું મૌન.
મતલબ માનવી સમજી જાજે, કહે નર કયારે કહેવું ને રહેવું મૌન.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
હાલ- મુન્દ્રા
તા:૨૩/૧૦/૨૧