તું પ્રેમ કરીને મને છોડી શકે છે..
તો પણ હું તને જ પ્રેમ કરીશ..
તું મારા સાથે બોલ્યા વગર રહી શકે..
તો હું તારા બોલવાની રાહ જોઈશ..
તું મને જોયા વગર રહી શકે..
હું તો તને જ જોવા માટે તરસીશ..
તને મારી જરૂર કાયમ નહિ રહે..
પણ મને તારી ખામી કાયમ રહેશે..
તારું જીવન સફળ થાય મારા વગર પણ..
પણ હું ક્ષણે ક્ષણે તારા વિના હારીશ..
તું કદાચ ફરી નહિ આવે મારા જીવનમાં..
તો પણ મારા અંતિમ શ્વાસ સુધી હું તારી રાહ જોઈશ..
મર્યા પછી પણ તને નફરત નહિ કરી શકું..
પણ તને પામવા ઈશ્વર પાસેથી બીજો જન્મ જરૂરથી માંગીશ..
-Priyanka H Malaviya