Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*શરદ પૂર્ણિમા* લેખ... ૨૦-૧૦-૨૦૨૧

આજે શરદ પૂર્ણિમા છે જેને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે.... નવરાત્રીની આરાધના પછી શરદ પૂર્ણિમાનું પણ આગવું મહત્વ છે... *શરદ પૂનમનાં ઘણી જગ્યાએ ગરબા,રાસ રમાય છે આખી રાત પૂનમની શિતળ ચાંદનીમાં માનવ મહેરામણ ગરબે ઘુમે છે અને દૂધ પૌંઆ ખાય છે જેથી પિત નું શમન થાય છે અને નવદિવસનાં ઉપવાસ પછી પૂનમના દિવસે માતાજી ને ભોગ ધરાવી અને અગાશીમાં દૂધપૌંઆ મુકી ખાવાથી શરીરમાં શક્તિ અને શાંતિ મળે છે અને એસીડીટી અને પિત્ત નો નાશ થાય છે....* ખૈલયાઓને તો શરદ પૂર્ણિમાનાં ઉજાગર વ્હાલા લાગે છે કારણ કે પોતાના સાથી સાથે ખુલ્લા મને ગરબે વધુ એક દિવસ રમવા મળે છે... પૂનમની રાત કેમ રળીયામણી ને રઢિયાળી લાગે છે, ખબર છે??? કારણકે ત્યારે ચાંદો પૂર બહારમાં ખીલી ઉઠે છે... સોળ શણગાર સજીને ચાંદની ઉતરી આવે છે અવનિ પર રાસ રમવા માટે... પૂનમ વખણાય છે ચંદ્રના લીધે.... ચાંદો વ્હાલો લાગે છે એના સંપૂર્ણ વિકાસના લીધે... અને આમ જ જે સંપૂર્ણ વિકાસ પામે છે એ પૂનમની જેમ ખીલી ઉઠે છે અને પરિવાર અને સ્નેહીજનો ને શીતળ છાયા આપે છે....
એક ગરબા ની પંક્તિ...
" શિર રૂપલા ઘડુલે રજનીના, રૂપલા રસ રેલાય.
ચીર ભીંજે અવનિના, ગગને ચાંદલીયો મલકાય..."
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ.....*
➖〰️➖〰️➖〰️➖〰️➖

Gujarati Blog by Bhavna Bhatt : 111758395
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now