હમણાં એક બે દક્ષિણી બુક વાંચી. રા.વિ.પાઠકની 'જક્ષણી' કે જેફ્રી આરચર ની થ્રિલર વાંચી. વિષયોની વિવિધતા. મારી ઉંમરે પણ આવું કંઈક હટકર વાંચવું ગમે.
કોઈ invariably દુઃખી થતું હોય, કોઈને મદદ થતી હોય જેવી કે ડોક્ટર દ્વારા અજાણ્યા પેશન્ટને કે ભિખારી જેવાને સામાન્ય માણસ દ્વારા કે સાસુ વહુના સારા સંબંધો કે દીકરા દ્વારા વયસ્ક મા બાપ નો અનાદર. બસ આવા જ ટોપિક વાંચવા મળે છે ગુજરાતી 'સાહિત્ય' માં.
આવી સમસ્યાઓ પર જ લખ્યા કરવાથી રૂઝાતો ઘા ખણી ખણી પોપડું ઉખાડવા જેવું 'લેખકો' ને 'લેખિકાઓ' કરે છે. એ સિવાયની વાર્તાઓ કેમ ન હોય?
જેવુ વાંચશો એવું અચેતન મન ગ્રહણ કરશે. વાંચવું એટલે ખરજ ન આવે તો પણ ખણીને પીડા ઉભી કરી પંપાળવું નહીં.
અને પ્લીઝ, વોટ્સએપિયા સાહિત્ય માં સમય ન બગાડો. દુનિયા ઘણી આગળ છે.
ખોટું ન લગાડો પણ મારાથી સહેજ મોટા 'ડોસા ડગરા' (હું પણ આવી જાઉં) અને 30 થી 40વર્ષની મેડમો પણ આવું જ વાંચે છે.
વાંચવું જરૂરી. દુનિયાનાં સ્પંદનો ઝીલવાં જરૂરી. સમસ્યાઓ સામે આંખ આડા કાન ન કરી લેવાય. પણ સોરી, એ એક જ રસ ન પીધે રખાય. એકલું સુદર્શન કે એકલા ગુલાબજાંબુ ખાઈ જમી શકો?
વિવિધ વિષયો પર લેખકો લખે અને વાચક હો કે નહીં, ધરાર અર્ધો કલાક ફેસબુક વોટ્સએપ ના લોકલ ઉપચારો ને જેશ્રી કૃષ્ણ મેસેજો મુકી આવું વાંચો.