હું લખું ને તમે વાંચો તો શું મળે,
જાણે મધદરિયે તોફાનમાં, દીવો પ્રજ્વલિત મળે.!
કલમ મારી ચિનગારી બની ને નીકળે તો શું મળે,
કોઈ અસત્યને સત્ય તરફ વાળતી જ્યોત મળે.!
શબ્દો મારા કોઈ જુલ્મ પર વાર કરે તો શું મળે,
કોઈ જુલ્મી ને સાચે રસ્તે ન્યાય મળે.!
સાહિત્ય મારૂ સર્જક બને તો શું મળે,
કોઈ ભાષા ને, નવી દિશા નવું પાત્ર મળે.!
મારૂ કાવ્ય અને ગઝલ દર્પણ બને તો શું મળે,
કોઈ પ્રેમીને પોતાની વાસ્તવિકતાની ઝાંખી મળે.!
મારૂ ગદ્ય ધર્મને અને અર્થને રૂપાંતરિત કરે તો શું મળે,
કોઈ અધર્મીને"સ્વયમભુ"ધર્મની નવી દિશા મળે.!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ