Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંતરના રાવણને તમે બાળો તો ખરા !
અંદરના રાવણને તમે બાળો તો ખરા !

ધર્મનો મુખોટોને ઉરમાં વિષયને વિકાર,
એને મનોબળ ધરી પ્રજાળો તો ખરા !

સહેલું છે દશેરાએ રાવણ બાળવાનું,
આચરણમાં કદી રામ ભાળો તો ખરા.

અહંકાર દશાનનનો આભને આંબતો,
નિજ અહંને પ્રજ્ઞાબળે ટાળો તો ખરા !

વેરઝેર પારસ્પરિક શાંતિને હણનારાંને,
એને સ્નેહ સરિતામાં ઓગાળો તો ખરા !

છે રાવણ ચારેકોર તો રામ પણ હશે જ,
કદી હૃદયમાંહે ભાવથકી ભાળો તો ખરા !

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111757283
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now