*પરોપકાર ની મૂર્તિ માં*
આજ કહું હું મારા ગામની વાત, વસે છે જગદંબા અંબે સાક્ષાત.
પરમ પૂજ્ય અમારા ચંદુમા કહેવાય,એકસો એકાવન દિવળાની આરતી જ્યાં થાય.
પ્રભાતે પ્રેમે ગૌમાતાની સેવા કરે, માતા અમરા નિત્ય પરોપકાર કરે.
ભુખ્યા શ્વાન હોય કે હોય પ્યારાં પારેવળા ,રોજ હાથે આપે મા કોળીયા.
મા ભુખ્યાને ભોજન કરાવે, અને વસ્ત્રો ના આપે માળી દાન.
મા ચંદુમા આપ ગઢશીશા ગામની જગદંબા મા, મા તમે જગવિખ્યાત.
ચોસઠ જોગણી ચાચર ચોકમાં ગરબે ઘૂમે, શરદપૂનમના જયા મા રાસ રમે.
નર કહે મા આપના ગામ પર ગણા પરોપકાર, નહીં ભુલાય તમારા ઉપકાર.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
હાલ મુન્દ્રા
તા.૧૩/૧૦/૨૧