માનતા પાછળ રહેલ વિજ્ઞાન ....
આપણા મનનો એક અંધકારભર્યો ભાગ છે ...જેને જીતેન્દ્ર અઢિયા ની ભાષામાં સબકોન્શિયષ મન કહેવાય છે. આજકાલ ' ધ સિક્રેટ ' નામની બુક આની જ વાત કરે છે.
કોઈ પણ વાતનું રિપિટેશન ધીરે ધીરે સબકોન્શિયસ મન પાસે પહોંચે છે , આ મનનું કામ કોઈ પણ આનાકાની કર્યા વગર કામની પુર્તિ કરવાનું છે.મંત્ર નું પણ આ જ વિજ્ઞાન છે. માનતા સાથે ભગવાન ની આસ્થા અને શ્રદ્ધા તથા કોઈ રોજીંદી અથવા વ્હાલી વસ્તુ નો ત્યાગ હોય છે જે ત્યાગ વ્યક્તિ ને વારંવાર મનમાં કરેલ ધારણા ની યાદ અપાવે છે. જેટલો અઘરો ત્યાગ એટલું રિપિટીશન વધારે.