Gujarati Quote in Motivational by Krupa Thakkar #krupathakkar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાની વાત"મા"
Please follow below link 🙏
👇
https://youtu.be/H8VoTnBlsvU

મા... વાત્સલ્યની મૂર્તિ એટલે મા....
મા જે ભક્તિ છે અને પ્રેમ પણ છે ...
મા એ સ્વપ્ન આપવાવાળી આંખ અને સ્વપ્ન પૂરું કરવા માટે નો તેનો નિસ્વાર્થ સાથ...
મા નો નિસ્વાર્થ પ્રેમ જે આપણા ભવિષ્ય નો પાયો અને વર્તમાન નું શિખર કહેવાય...

બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર અને સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર "મા"

કરુણા એ એવો ભાવ છે જેનાથી સંસાર નાં બધા ભાવ જન્મ લે છે ..
'મા' જે કરુણા ની સાગર છે બાળક ને જોઈ ને જ 'મા' સમજી જાય છે કે પોતાના બાળક ને શેની જરૂરિયાત છે , બાળક ની આંખ માં આંસુ દેખે તો એ દેખે તો એ સમજી જાય છે કે પોતાના બાળક ને ક્યાં અને શું તકલીફ છે..

'મા' કરુણા નું સૌથી મોટું રૂપ
કરુણા મૂર્તિ ....
મા માટે કવિ શ્રી દામોદરદાસ બોટાદકર એ ખૂબ સરસ લખ્યું છે..
"મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એ થી મીઠી છે મોરી માત રે
જનની ની જોડ જગ માં નહિ જડે રે
લોલ"


જો આપણે તેનો અનુભવ કરી શકીએ તો આપણને આપણા ભાગ્ય વિધાતા અહીંયા જ મળી જશે.. જન્મ આપનારી આપણી જનેતા જેને તડકાઓ પોતે ઝીલ્યા અને આપણ ને મીઠી છાયા આપી..ભણાવી ગણાવી ને એકડો ઘૂટાવ્યો અને શિક્ષિકા બની ને ઈશ્વર હોવા નો આધાર આપણને આપ્યો...
નાનપણ માં વાર્તા ઓ કહી ને આપણા વાવેતર કીધા,
વાર્તારૂપી સમજણ આપનારી ...
લાગણીઓ આપનારી ,
અને એના પાલવ માં પોતાના બાળક ને હિમાલય ની હૂફ આપનારી ,
હાલરડાં ગાઈ ને પોઢાવનારી અને ઈશ્વર સાથે જીભાજોડી કરનારી એ આપણી જન્મદાતા "મા"
કહેવત છે ને " છોરું કછોરું થાય માવતર કમાવતર કદી નાં થાય"
આ આપણા ભગવાન 🙏🌹
સમજાય તો ઘણું નાં સમજાય તો કર્મ🙏

સમજે તેને વંદન

Gujarati Motivational by Krupa Thakkar #krupathakkar : 111750337
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now