નથી જ્ઞાન અંલકાર કે છંદનુ છતાંય લખું છું,
જોડણીના નિયમો નામ નથી તોય શબ્દો ને બાંધુ છું,
કલ્પના ને કલમની ભાષામાં મૂકી કાવ્ય રચના માં મુકુ છું,
કુદરતી કલા ને હંયા ના હેત આપું છું,
ખુશીઓની ખુશ્બૂ ને ખીલવવા દઉં છું,
વેદના ની વાત ને વહેંચવા આવ્યો છું,
ઇશ્વરની ઇચ્છા એ અંનમોલ જીવન જીવુ છું,
દેહ નો દિપક ક્યારે ઓલવાય એ હું ક્યાં જાણું છું,
કહે નર' બે ઘડી તો માણું છું ,
કેટલાના સ્મરણો સમાઈશ ? એ પ્રેમ તણા સતસંગમાં સાથે ઉભસે કોણ એ ઉત્તર હું માંગુ છું?????
નારાણજી જાડેજા
નર