ઘર હોય મંદિર હોય કે શાળા હોય, પરંતુ આંગણું ના હોય તો એ માં કંઈક ખૂટતું હોય એવું લાગે છે .
મારી શાળાની વાત કરું તો ,મારું શાળામાં આજે આગણું ઘણું મોટું છે પરંતુ બાળકો વિના ખૂબ જ સોનુ લાગે છે જાણે કે આંગણામાં કંઈક ખૂટતું હોય એવું લાગી રહ્યું છે .
અમારા બાળકોના પંખીનો માળો પ્રાર્થનાથી કલરવ કરીને આંગણાને ગુંજાવી નાખતા એ ગુંજન વિના દિલમાં ખૂબ દુઃખ થાય છે.
આંગણાની આજુબાજુમાં ખીલેલા છોડવાઓ પણ બાળકોને શોધી રહ્યા છે આંગણામાં પંખીનો કલરવ ,બાળકોની રમત હોય , મહેમાનોનું આગમન હોય અને આંગણામાં સખી સહેલીઓ હોય અને બાળકોનો મિત્ર હોય તો તો જાણે કે આંગણું એક રંગમંચ બની જાય છે.
આંગણું એટલે આંગણું બીજું બધું પાંગળું
-Bhanuben Prajapati