*સુદામા દરિદ્ર હોવાનું કારણ*
સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતાં
પોતાના સખા કૃષ્ણ થી છુપાવીને ચણા કેવી રીતે ખાઇ શકે ?
આજ ભાગવત પર ચર્ચા કરતાં એક વ્યાખાનકારે આ શંકાનું નિરાકરણ કર્યું
સુદામાની દરિદ્રતા પાછળ ત્યાગ-પૂર્ણ કથા છે...
એક ગરીબ ડોશી
ભિક્ષા માંગી જીવન નિર્વાહ કરતી હતી.
તે રોજ પાણી પી ને ભગવાન નું નામ લઇ સૂઇ જતી
છઠ્ઠા દિવસે તેને ભિક્ષામાં બે મુઠી ચણા મલ્યા
તેને ઝુંપડી પહોંચતા રાત થઇ ગઇ
ડોશી એ વિચાર્યું સવારે
ઠાકોરજી ને ભોગ લગાવીને ખાઇશ
આ વિચારી ચણા પોટલી માં મૂકી દીધા. અને વાસુદેવનું નામ જપતા સૂઇ ગઇ.
રાત્રે એક ચોર ચોરી કરવા તેની ઝુંપડીમાં આવ્યો
ચોરે ચણાંની પોટલી જોઇ તેને લાગ્યું, આમાં સોના ના સિક્કા બાંધ્યા છે આથી તેને ઉપાડી લીધી...
ચોરનો પગરવ સાંભળી
ડોશી બૂમો પાડવા લાગી
ચણાની પોટલી લઇ ભાગેલા ચોરે પકડાઇ જવાના ભયથી તે સાંદીપનિ મુનિના આશ્રમ માં છુપાઇ ગયો...
આ સાંદીપનિ મુનિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામા શિક્ષણ ગ્રહણ કરી રહ્યા હતા.
ચોરનો પગરવ
સાંભળી ગુરુમાતાને લાગ્યું કે કોઇ આશ્રમમાં આવ્યું છે
ગુરુમાતા- કોણ છે ?
ગુરુમાતાને પોતાની તરફ આવતાં જોઇ ચોર ચણાની પોટલી ત્યાંજ છોડીને ભાગી ગયો.
આ બાજૂ ભૂખથી વ્યાકુળ ડોશીએ જાણ્યું કે ચણાની પોટલી ચોર ઉઠાવી ભાગી ગયો છે
તો તેણે શ્રાપ આપ્યો
"મૂજ દીનહીન અસહાયના ચણા જે કોઇ ખાશે તે દરિદ્ર થઇ જશે".
આ બાજૂ આશ્રમમાં ગુરુમાતાને તે ચણાની પોટલી મળી
ગુરુમાતાએ પોટલી ખોલી ને જોયું તો તેમાં ચણા હતા.
તે સમયે સુદામા અને શ્રીકૃષ્ણ જંગલમાં લાકડા વિણવા જઇ રહ્યા હતા
ગુરુમાતા એ તે ચણાની પોટલી સુદામા ને આપી
સુદામા તો જન્મજાત બ્રહ્મજ્ઞાની હતા
તેમણે જેવી ચણાની પોટલી હાથમાં લીધી
બધું રહસ્ય જાણી ગયા,
સુદામાએ વિચાર કર્યો.
ગુરુમાતા એ કહ્યું છે કે, આ ચણા બન્ને વહેંચી ને ખાજો.
પણ આ ચણા તો શ્રાપિત છે
જો હું આ ચણા શ્રીકૃષ્ણને ખાવા આપીશ તો ત્રણે લોક દરિદ્ર થઇ જશે
હું આવું નહિ થવા દઉં
મારા જીવિત રહેતાં
"પ્રભુ"* દરિદ્ર થાય !
*એવું હું કદાપિ નહિ કરું!
*હું આ ચણા ખાઇ જઇશ પણ કૃષ્ણને નહિ ખાવા દઉં !
અને સુદામાએ કૃષ્ણથી
છુપાવીને બધા ચણા ખાઇ લીધા..
અભિશ્રાપિત ચણા ખાઇને સુદામાએ
દરિદ્રતા વ્હોરી લિધી
પણ પોતાના સખા
શ્રીકૃષ્ણ ને બચાવી લીધા...
*અદ્વિતીય ત્યાગનું ઉદાહરણ
પ્રસ્તુત કરવા વહાલા સુદામા એ
ચોરી-છુપી ચણા
ખાવાનો અપયશ પણ સહન કર્યો*
* બહું અન્યાયી ગેરસમજણ
દેતી કથાની ખરી હકીકત
સમજાવતાં
ગહન શંકાનું નિવારણ થયું.
હવે ખબર પડી કે કૃષ્ણને પટરાણીઓ કરતાંય રાજ પાટ કરતાંય સુદામો જ કેમ વહાલો હતો ?
કાનુડો તો યુગપુરુષ હતો
સુદામા ના ત્યાગનો, ઉપકારનો , પ્રેમનો બદલો ચૂકવવા એ ત્રણ ભુવનનો નાથ પણ અસમર્થ હતો
પરમ જ્ઞાની વિદ્વાન વિપ્ર મિત્ર ના
પ્રેમ માટે તરસતો રહ્યો, તે કરુણ રહી ધીરજ ધરી મિત્ર વિરહને આજીવન સહેતો રહ્યો_
ઉઘાડા પગે દોટ મૂકી એ દ્વારિકા ના ધણી એ, એને છાતી સરસો ચાંપવા માટે ..
પટરાણીઓ સામે એ મેલા-ઘેલા કપડામાં દરિદ્ર થયેલ સુદામાના પગ ધોયા-લૂછ્યા, ચરણામૃત ગ્રહણ કર્યું એ જગતના નાથ એ વિરાટસ્વરુપે
તાંદુલ ચાવીને દરિદ્રતા ટાળવા સંકલ્પ બદ્ધ થયા
એ સખા કેશવ- એ મિત્ર માધવ
મિત્રતા ની વ્યાખ્યા આપવામાં સુદામા કૃષ્ણ એ બધા માપ-પરિમાણને પણ વામણા બનાવી દીધા
ભગવાન ના જ્ઞાની- બ્રાહ્મણ મિત્ર એ ભગવાન ને પાપ માં થી બચાવ્યા.
*જય શ્રીકૃષ્ણ ...* 🙏