Gujarati Quote in Motivational by Dr. Sagar Vekariya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં કોઈપણ સંબંધમાં સૌથી  વધુ જો કોઈની અગત્યતા હોય તો એ છે સમજણ (understanding) કે વિશ્વાસની.

સમજણ/વિશ્વાસ વગર ક્યારેય સંબંધ ટકતો નથી,
એ પછી પોતાની જાત સાથેનો હોય કે કોઈ બીજા સાથેનો. . .

"doubt જાત પર હોય કે સંબંધોમાં, એ out જરૂરથી કરે છે. એ Wicket લાંબી ટકવા નથી દેતો .
જો Wicket લાંબી ટકાવવી હોય તો આ doubt ને જ જીવનમાંથી out કરવો પડે."

👉વિશ્વાસ આપણા સંબંધો ને વ્યક્તિત્વ ને મજબૂત બનાવે છે જ્યારે શંકા એને ખોખલો બનાવી દે છે.

આપની સામે વિશ્વાસ નું મહત્વ સમજાવવા એક  ઉદાહરણ પ્રસ્તુત કરું છે .

જ્યારે આપણે દહીં બનાવવા માટે દૂધ ને મેળવવા મૂકીએ છીએ ત્યારે આપણે એને વારેવારે ઉઘાડીને જોયા નથી કરતાં કે દહીં બની ગયું કે નહીં!?
વિશ્વાસ રાખીને દૂધમાં બે ટીપાં છાસ કે દહીં નાખી મૂકી દઈએ છીએ .

એની જગ્યાએ જો આપણે શંકા રાખી વારેવારે તપેલું ઉઘાડી જોયા કરીએ તો એમાંથી દહીં ના બદલે કાંઈક વાસ મારતું બીજું  જ બની જાય.

એવું જ સંબંધોનું છે ,જ્યારે આપણે  સામેની વ્યક્તિ પર કાંઈ કારણ વગર ખોટી શંકાઓ જ કર્યા કરીએ
અને સમજણ કે વિશ્વાસ ના દાખવીએ તો એ સંબંધ ક્યારેય લાંબો ટકતો જ નથી.

👉સંબંધોમાં વિશ્વાસ નું સ્થાન જ્યારે શંકાઓ લે છે ત્યારે  એ સંબંધ ટકતો નથી .

માટે જ...
                 શંકાઓને દૂર કરો,
                વિશ્વાસ ભરપૂર કરો ,

              સમજણનો સાગર ભરો ,
              ને આનંદ ઉલ્લાસથી જીવો. .

                                      - સાગર 🌊

Gujarati Motivational by Dr. Sagar Vekariya : 111746518
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now