કૃષ્ણનો જન્મ જેલમા થયો હતો, પણ માર્ગ એમણે મુક્તિનો બતાવ્યો હતો.. *ક્યા જન્મો છો ઍ નહી તમે કેવું જીવો છો તે મહત્વનુ છે* શિખવ્યુ તમે.
તમારી બાળ લીલા, નટખટ હરકતો -આ બધુ *જીંદગીની મઝા કેવી રીતે માણવી* તે શીખવે છે.
તમારા પરાક્રમો અને શૂરવીરતા - *સાહસિક અને હિમતવાન* બનતા શીખવે છે.
ગોપીઓ સાથેની નિર્દોષ શરારત અને રાધા પ્રત્યેનો અનન્ય પ્રેમ *સાચો પ્રેમ* શીખવે છે.
સુદામા અને અર્જુન સાથેની દોસ્તી- *દોસ્તી માં કોઈ ઊંચ નીચ નથી હોતુ* તે શીખવે છે.
દ્રૌપદીના ચિર પૂર્યા ઍ *સ્ત્રી દક્ષિણય* શીખવે છે.
તમારો વાંસળી સાથેનો લગાવ, *સંગીત વગર જીંદગી અધુરી છે* તે શીખવે છે.
તમારો ગાયો પ્રત્યેનો પ્રેમ, *પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખવો* એમ શીખવે છે.
કુરુશેત્ર યુધ્ધ પહેલાં દુર્યોધનને સમજાવવા જવુ ઍ *શાંતિ માટે દરેકે દરેક પ્રયત્ન કરવૉ જોઇએ* તેમ શીખવે છે.
અર્જુનને આપેલ *ગીતાજ્ઞાન* માનવજાતને મળેલ સર્વશ્રેષ્ઠ ભેટ છે. *કર્મયોગી અને સ્થિતપ્રજ્ઞ જીવન કેવી રીતે જીવવું* તે શીખવે છે.
હે મુરલીમનોહર, કૃષ્ણમુરારી કેટલું બધુ શિખવ્યું છે તે અમને..
અને હા, *જ્યારે પણ પાપ વધી જશે ત્યારે તુ જન્મ લઈશ* ઍ વાયદો યાદ છે ને ??? અત્યારે તારી ખુબ જ જરુર છે..
*જન્માષ્ટમી ની શુભકામનાઓ*
#priten 'screation#