કાનુડો કામણગારો રે,મીઠી મોરલી વાળો રે,
નંદઘેર આનંદ ભર્યો રે, કાનાનો જન્મ થયો રે
મથુરામાં જન્મ થયો રે,ગોકુળમાં મોટો થયો રે
વાસુદેવ પિતા બન્યા રે, માતા દેવકી બન્યા રે
નંદરાજા પાલક બન્યા રે યશોદા માં" બન્યા રે
કાનુડો માખણ ચોર રે, ગોપીઓ દોડી આવે રે
જશોદા લાડ લડાવે રે ,કાનો આનંદ માણે રે
કાનુડો વાંસળી વગાડે રે ,ગાયો દોડી આવે રે
ગોકુળમાં રાસ રચાવે રે,મથુરામાં ખેલ ખેલે રે
કંસનો સંહાર કર્યો રે, મથુરામાં આનંદ ભર્યો રે
રાધા સખી બની રે, , રુક્મિણી પત્ની બની રે
સુદામા મિત્ર બન્યા રે,એમના દુઃખ ભગ્યા રે
દ્વારકાનો નાથ બન્યો રે, કાનુડો કામણગારો રે