માધવ મારો મુરલીવાળો, લાગે સહું ને વાલો.
નટખટ નાનો નંદકિશોર, નખરાંળો લાગે મારો લાલો.
મીરાંબાઈ ને રાધિકાનો, કાનો બહું પ્યારો.
નરસિંહ મહેતા નાથ મારો, અર્જુન નો સહારો.
દ્રૌપદીના ચિર પૂરનાર,જગતનો છે પાલનહાર.
પૃથ્વી પર શ્રાવણ આઠમના અવતાર ધરી.
નર નારાયણ રાખજો ભકતો પર કૃપા સારી.
વિનવે નર તમને ફરી, મઠકી ફોડવા પધારો.
માખણ લઈ જજો તમે, આશિષનો કરજો વધારો.
નર
નારાણજી જાડેજા (ગઢશીશા)
મુન્દ્રા