Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીસ વર્ષ પહેલાંનું બાળપણને કરવું છે યાદ.
મોસાળનુ રૂડો છે ગામ, જેનું ખુઅડા છે નામ.
તળાવની લપસણી પાળ, ઉપર લીલાં વડનાં ઝાડ.
વડની છાંયડે વીર હનુમાન, સામે સતીમા ના ધામ.
ગામમાં ગુંજે પીર રામદેવજી નું નામ.
ઉત્તરે કામધેનુંના ધણ, એના પગે ઉડતા રજકણ.
દક્ષીણે બીરાજે મહાદેવ, નાદ ગુંજે જ્યાં સદા શિવ.
દ્વારકાધીશની ધજા જયા ફરકે, વસે જ્યાં ચામુંડા હરખે.
વીર વાદીદાદાના વરસે વરદાન, સહું રાખે સુરાપુરાના માન.
ખેતરને શેઢે ખેતરપાળ, સુખમા રહે બધાં બાળ.
બળદને ગળે ઘુઘરા ને ગાડા ની સાંકળી વાટ.
સિરામણમા દુધ માખણ ને ચળણી મળે પાટ.
ગામના ઘરોની જયા જુદી જુદી છે ભાત.
વાડીમાં નાની કુંડી ને પાણીનો વહેતો ધીમો ધોધ.
છલાંગ લગાવી પાણી ઉડાવતાં ને શિસ્ત નો મળતો બોધ.
ભાવનુ ભતાર ને સાથે ડુંગળી ની પાળ.
દેસી ગોવારનુ શાક, ને બજારાનો રોટલે ધી અપાર.
કહે નર મને તો વહાલું લાગે મારું મોસાળ.

નર
નારાણજી જાડેજા (ગઢશીશા)
મુન્દ્રા

Gujarati Poem by Naranji Jadeja : 111745917
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now