"દર્શન" થકી હું આવી છું તારા દ્વારે ગોપાલ
ક્યાં છે! તમારા દ્વારપાલ કહોને ઉઘાડે દ્વાર
મળવા આવી તારી પુજારણ તને ગોપાલ
ફરી ફરીને દર્શન કાજે હું આવી તારે કાજ
"દર્શન "કાજે દિલમાં હરખ ઘણો છે.ગોપાલ
ગંગા, જમનાના પાણીથી આચમન કરો આજ
રંગીન ધોતી,લાલ રૂમાલ લાવી, સ્વીકારો ગોપાલ
લાવી સાથે માખણ, મિસરીને ઉઘાડો આંખ
લવિંગ ,સોપારી , પાન લાવી દર્શન દો ગોપાલ
હું ,તારી પુજારણ તડપાવ ના આજ ગોપાલ
દ્વારકાના દરવાજે આવી ગોપાલ મને દર્શન આપ
જય રણછોડ માખણ ચોર દર્શન દીધા આજ
ધન્ય થયો ,અવતાર મારો દર્શન થકી આજ.
🌹જય શ્રી કૃષ્ણા🌹