પંખી લાગે વિહરતું.પણ બનાવે રહેઠાણ
તણખલા વીણી બનાવે સુંદર મજાનું ઘર
સ્વપ્નાં મોટા તન છે, નાના લાગે હોશિયાર
જુવે નાની આંખથી,ચણ અનાજના કણ
વર્તમાનની ખુશી ભરી, સુખે જીવે માળામાં
પક્ષીઓ જીવે ભોળા બની માનવ કરતા મોટા
છતાં દયા ના કરે માનવ બિચારા આ પંખી પર
ચકલાને ચણને,ચબૂતરામાં મણ નાખજો જાર
એવું અન્નદાન પક્ષી કરીને પુણ્ય કમાઈ લેવાનું
માનવ દેહને ધન્ય બનાવી પંખી માટે જીવવાનું
-Bhanuben Prajapati