Gujarati Quote in Poem by Bhumika Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" બંધન "
_એક પાંદડું, જીદે ચડ્યું,_
_થયું નિજ પરિવારથી જુદું._

_ઝાડથી છૂટું પડીને એ પાંદડું_
_ખૂબ હરખાય છે,_
_હાશ ! છૂટયા હવે આ ભીડથી,_
_મનથી એ મલકાય છે._

_વાયુ સાથે વહેતું વહેતું_
_આમ તેમ લહેરાય છે,_
_સૃષ્ટિ બહારની ખૂબ સુંદર છે !_
_એને એવું મનમાં થાય છે._

_ઝાડ પર રહ્યાં ચિપકીને_
_ત્યાં આમ ક્યાં રખડાય છે !_
_ત્યાં તો બસ બીજાઓ,_
_મારી સાથે રોજ અથડાય છે,_

_અહીં તો વાયુ સાથે_
_મજેથી ઉડીને જવાય છે,_
_ને ઝરણાની સાથે ખળખળ_
_ગીતો મજાના ગવાય છે._

_પાણી સાથે ઉછળતાં_
_ને કૂદતાં એ મલકાય છે,_
_પણ સુખ ક્ષણભંગૂર છે_
_એ એને ક્યાં સમજાય છે._

_ઝરણાંમાંથી વહેતું જ્યારે_
_કિનારે પહોંચી જાય છે,_
_જાનવરોનાં ખર નીચે_
_જ્યારે ખૂબ રગદોળાય છે._

_*પીડાથી કણસતું એ*
_*હવે ખૂબ પસ્તાય છે,*_
_*ઝાડ સાથે જોડાયેલા હોવાનું*_
_*મૂલ્ય એને સમજાય છે.*

_આઝાદી વ્હાલી લાગે_
_પણ મોંઘી સાબિત થાય છે,_
_*સંયુકત પરિવાર બન્ધન નહિં*_
_*પણ જીવનનો સાચો પર્યાય છે.*

Gujarati Poem by Bhumika Vyas : 111745312
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now