એક કિસ્સો યાદ આવ્યો, થયું કે તમારી સાથે શેર કરુ, :
મને વર્ષો પહેલા શબ્દો ને છેલ્લે થી પહેલું
એવું બોલવાની બહુ ટેવ હતી, (હજી પણ છે પણ પહેલાં કરતાં ઓછું)
તું કેમ છે?... તો એને બદલે
તું મકે છે?...
હું ફાઇન છું... એને બદલે
હું નઈફા છું..
આવી રીતે, બસ જસ્ટ મસ્તી,
એક વખત ફ્રેન્ડ સર્કલ ભેગું થયું અને મારી એન્ટ્રી પડી...
અને મારાથી બોલાય ગયું કે :
'હું વિયાય ગયો છું'. (હું ય આવી ગયો છું)
અને તરત જ સામેથી મિસાઈલ છૂટી : ક્યારે વિયાય ગયો, અમને ખબર જ ના પડી, અને શું આવ્યું?
😄😄😄😄😄😄😄😄😄😄
બસ ત્યારથી આવી રીતે બોલવાનું ઓછું થઈ ગયું...
😃😃😃😃😃😃😃😃😃😃