શાળામાં શિક્ષક અજાણ્યો બની રહીગયો છે.
બાળકો વિના શાળામાં સાવ ભાંગી પડ્યો છે.
હદયની ઉર્મિઓ ક્યાંય જાણે લુપ્ત થઈ છે.
બાળકોના ગુંજન વિના દિલમાં કાંઈક ખૂટે છે.
ઓનલાઇન શિક્ષણમાં પોતાને શોધી રહ્યો છે.
બાળકોના ઘડતરની અને શિક્ષણની ચિંતા છે.
વર્ગખંડો માં જાણે પોતે અજાણ્યો બન્યો છે.
બાળકોની કાલી ,ઘેલી ભાષા શોધી રહ્યો છે .
શાળામાં બાળકોની ફરિયાદ યાદ કરી રહ્યો છે.
શિક્ષક જાણે મનથી સાવ દુઃખી થયી રહ્યો છે.
શિક્ષક તો શાળામાં અજાણ્યો બની રહ્યો છે.
-B B.P