વિસરાઈ ગયેલી ક્ષણો સાથે જરા વાત કરી લેજે,
ભૂલું જો ક્યાંક હું તો તું જરા યાદ કરી લેજે..
વીતી ગયો છે એ સમય જે સાથે જીવ્યા તા "કાન્હા"
હા, આવું જો તારી સામે તો થોડી ફરિયાદ કરી લેજે.
હક માંગુ છું દોસ્તીનો તો થોડો સોદો કરી લેજે,
સુખ દુઃખનો વાટકી વ્યવહાર હવે મોટો કરી લેજે,
લાગણીઓની હું લેણીયાત છું એવુ કાયમ ના માન તું,
તારી દોસ્તીની દેવાદારી મારે ચોપડે લખી લેજે..
Urmi@feelings