મારા દિલ નો ખૂણો જ તારી માટે તો અજાણી જગ્યા છે
એમાં રહેલા લાગણી અને અહેસાસ જ જાણતો નથી તું
એમાં ફક્ત ને ફક્ત તારી માટે જ ના અહેસાસ છુપાયા છે
જે બીજા લોકો માટે તો શું તારી માટે પણ અજાણ્યા જ છે
એ અહેસાસ તારી માટે પણ અજાણ્યા જ રહેશે આજીવન
એ ના તારી સામે જાહેર થશે કે ના કોઇ પણ બીજા ની સામે
એ અહેસાસ અને લાગણી સાથે હું હમેશા જોડાયેલી રહીશ
એ અજાણી જગ્યા તો ખાલી બસ હું મારા પુરતી જ રાખીશ
તારી માટે નો પ્રેમ હમેશા અંકબંધ રહેશે એ અજાણી જગ્યાએ
કયારેક તારે જણવો હોય તો આવજે તું એ અજાણી જગ્યાએ
તું આવીશ એ અજાણી જગ્યા એ તો કરીશ તને ભરપૂર પ્રેમ
સાથે મળીને એ અજાણી જગ્યાને આપણે જાણીતી કરી દઈશું