નામ કરણ
________
દીવડો પ્રગટાવી ફક્ત તમારે લેખ છઠી નો લખવા નો છે,
જ્યોતિષીઓ બોલાવી તમારે મારી કિસ્મત નું પાનું ખોલવા નું છે.
પણ મુજ ને ખબર છે એટલી , આ રેખા માં ચિત્રકામ મારે કરવાનું છે,
જીંદગી આખી મહેનત કરી આ જીવન ને રંગવા નું છે
સાત સમંદર પાર કરી હું ઉડતો ઉડતો આવ્યો છું,
બાળક્રીડા ઓ કરી હું તમારી સાથે રમવા આવ્યો છું.
તમે ભેગા થઈ જે નામ પાડો તે નામ તમારે આપવા નું છે,
પણ જીંદગી માં મારે એકલા એ જ મારૂ નામ કમાવા નું છે.
જયવંત બગડીયા / કવિરાજ