Gujarati Quote in Motivational by Parag Gandhi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન. ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી.*

*🙏૧ - ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.*

*🙏૨ - પહેલાંના લોકો લોટ જેવા હતા, લાગણીનુ પાણી નાંખીએ તો ભેગા થઈને બંધાઈ જતાં, આજે લોકો રેતી જેવાં છે, ગમે તેટલું લાગણીનુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા.*

*🙏૩ - નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય,*
*🙏બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકે એજ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.*

*🙏૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.*

*🙏૫ - માણસાઈ દિલમાં હોય છે, હેસિયત માં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.*

*🙏૬ - તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે.*

*🙏૭- પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે. અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.*

*🙏૮ - જીવનમાં સ્વાર્થ પુરો થઈ ગયા પછી, અને શરીરમાંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈની રાહ જોતું નથી.*

*🙏૯ - જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.*

*🙏૧૦ - ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે, નથી આપતો ત્યારે વધું સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.*

*🙏૧૧ - આ ચરણ તો માત્ર મંદિર સુધીજ લઈ જઈ શકે, આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે.*

❤️ આપને ઉચિત જણાય તો અન્યોને પણ મોકલી દેજો

Gujarati Motivational by Parag Gandhi : 111744204
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now