જિંદગીમાં ઘણા સપના એવા હોય છે કે જે અધૂરા રહી જતા હોય છે .
દરેક મનુષ્યને જે જોઈએ છે એ થોડું મળી જાય છે આપણે આપણા નસીબમાં જેટલું હોય એટલું જ મેળવી શકીએ,
આપણે તો બધું ધારી લીધું હોય છે. પરંતુ સપના એ તો સપના જ હોય છે.
આપણે વિચારી લઈએ છીએ કે, આપણે હાલની તારીખમાં આકાશમાં ઉડીએ છીએ.અને આંખો બંધ કરીને એવું જ વિચારીએ કે આકાશમાં ખૂબ મજા લઇ રહ્યા છીએ પરંતુ જ્યારે આંખ ખોલે છે ત્યારે જ ખબર પડે છે કે આ તો આપણું એક કલ્પિત સપનું હતું.
માણસ ઘણી વખત નાનપણમાં થી ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતો હોય છે એને તાલાવેલી પણ હોય છે કે એ મહેનત કરીને સારો એવો ડોક્ટર હશે પરંતુ નસીબ સંજોગે એ ડોક્ટર ન પણ બની શકે અને એનું સપના અધૂરા રહી જાય છે પરંતુ એ એમ સપનુ પોતાના સંતાનમાં ફરીથી અંતરના ખૂણેથી ઊભું થાય છે અને ફરીથી એ પોતાના સંતાનને ડોક્ટર બનાવવાનો પ્રયત્ન કરે છે એનો અધૂરું સપનું તે પોતાના સંતાનમાં જુએ છે.
દરેક પૃથ્વી પર રહેલા મનુષ્યના સપના પૂરેપૂરા સફળ થતા નથી અને થાય તો પણ તે અધૂરા રહે છે અને અધૂરા સપના પૂરા કરવામાં માનવીનું જીવન ક્યારે પૂરું થઈ જાય એની પણ ખબર રહેતી નથી.