ના જાણે તારી હયાતી નો સંદેશ શું છે
જો તું મંજિલ નથી તો મારું મુકામ શું છે
બદલાઈ જાય રંગ ચહેરા નો,જીભ થોથવાય જાય છે
સિવાય તને નિહાળવા ને મારે બીજું કામ શું છે
તું હોય જો રૂબરૂ તો શાંત હું એમજ થઈ જાવ છું
જો આ પ્રેમ નથી તો પછી આનું નામ શું છે
બદનામ ' શાયર ' તારી શાયરી માં ખુદને શોધું છું
જો આ આદત તારી નથી તો બીજો આરામ શું છે
કિંમત ઘણી રાખી છે તારી મે મારા દિલ માં દોસ્ત
ક્યારેક તો આવી ને જોઈ લે કે મારું નામ શું છે
ના જાણે તારી હયાતી નો સંદેશ શું છે
જો તું મંઝિલ નથી તો મારું મુકામ શું છે