કહેવાય છે આ દુનિયામાં કાટાઓથી છવાયેલ છે,
છતાંય હજુ મને થોડા જીવંત ફૂલોની આશા છે.
કહેવાય છે આ દુનિયામાં બધે જ શત્રુઓ છે,
છતાંય હજુ મને અંગત મિત્રોની આશા છે.
કહેવાય છે આ દુનિયા જૂઠાઓની બનેલી છે,
છતાંય હજુ મને સત્યના પગરવની આશા છે.
કહેવાય છે આ દુનિયાને કોઈની પણ જરૂર ક્યાં છે,
છતાંય હજુ મને મીઠા આવકાર ની આશા છે.
કહેવાય છે આ દુનિયા સ્વાર્થીઓ થી ભરેલી છે,
છતાંય હજુ મને સ્નેહનાં સંગાથની આશા છે.
કહેવાય છે આ દુનિયા બહું જ ખરાબ થઈ છે,
છતાંય હજુ મને માનવતાની સુંગંધની આશા છે.
કહેવાય છે આ દુનિયા મૃગજળ પાછળની દોડ છે,
છતાંય હજુ મને પ્રેમના મધુસાગરની આશા છે........