*મારો ભયલો*
લડતાં ઝઘડતાં, હસતાં, રોતાં,
બાળપણમાં સાથે રમતાં,
એક બીજાને ચીડવતાં
અને મમ્મી પપ્પા અમને ખીજાતાં
મોટા થતાં એ બધું છૂટી ગયું…
અને આજે મને મારો ભયલો યાદ આવે છે.
લગ્ન પછી ઘર બદલાઈ ગયું,
પિયર નું શહેર પણ પાછળ છૂટી ગયું,
ભલે સાથે વિતાવેલા રક્ષાબંધન ખોવાય ગયા,
પણ ભાઈઓનો પ્રેમ સ્મરણ માં રહી ગયો,
એ લોકોની મશ્કરી આજે પણ લુભાવે છે,
આજે મને મારો ભયલો યાદ આવે છે.
ભાઈઓના પ્રેમની તૃષ્ણા જીવન ભર રહેશે,
એ કુવાનો ખાડો કદી ન ભરાશે,
આજે ઘણા લોકોનો સાથ અને સહવાસ છે,
રડવા માટે ભાઈના ખભાની કમી કાયમ રહેશે,
એમના માટેની પ્રાર્થનાથી જ મારી સવાર પડે છે,
અને આજે પણ મને મારો ભયલો યાદ આવે છે.
*શમીમ મર્ચન્ટ*
https://shamimscorner.wordpress.com/2021/08/22/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%ad%e0%aa%af%e0%aa%b2%e0%ab%8b/