રક્ષાબંધન એટલે કે ભાઈ-બહેનના પ્રેમ લાગણી સંવેદનાઓ ભર્યો તહેવાર,
રક્ષા કરજે .. વીરા બહેનની.....
જુગ જુગ જીવો વીરા....અને જીંદગીમાં ખૂબ સફળ થાવ....જીવનમાં કોઈ દરેક સમસ્યામાંથી ઉગારજો મારા ભાઈને....
ધન , સંપત્તિથી સુખી કરજો મારા ભાઈને ..... આશીર્વાદ અને રક્ષારૂપી સંવેદનાઓનો તહેવાર ....
ભાઈ -બહેન ના હેતની લાગણીઓ અને તેમના બંધનો અતૂટ હોય છે .આજે દરેક બહેન અને ભાઈનો અતિ ઉલ્લાસમય દિવસ.ભાઈને માટે વીરપસલી દિવસ.ભાઈની ભેટ પણ અમૂલ્ય હોય છે.ભેટમાં ઘણો બધો પ્રેમનો ધોધ હોય છે.ભાઈબહેન એટલે સ્નેહનું અતૂટ સંભારણું અને એજ આપણી રક્ષાબંધન...
.દરેક બહેનની આશિષ પોતાના ભાઈ માટે હોય છે.ફૂલની જેમ મહેકતા રહો...
સૂર્યની જેમ ચમકતા રહો. ....
🪔🏵️🌹આભાર🌹🏵️🪔
-Bhanuben Prajapati