"દોરીના એક તાંતણે,
લોહી વિનાના સંબંધ બન્યા મારે આંગણે;
ઉપકાર અનેકો લોહી વિનાની બહેનના,
આંખ રડી પડે વિચાર આવે તેનાથી અળગા થવાના;
એક નહિ અનેક સંબંધોની કુદરત અહીં સાક્ષી,
બહેન થકી જીવનમાં દુખે આવવાની હિંમત ન રાખી;
રાખડી તો એક બને છે બહાનું,
ભાઈ-બહેનના મિલન કહેવાય ટાણું;
ખમ્મા વીર કહી લેશે વારણા,
આજે કહું હું ખમ્મા બહેન જુગ જુગ ભગવાન રાખે મારી બહેનોને હસતા!"
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda