#good morning#હાસ્ય😂😅🤣
એક દિવસ એક વેપારી પર ભગવાનનો ફોન આવ્યો.
ભગવાન:- "વત્સ, આનંદમાં છે ને ???"
વેપારી:- "શું વાત કરૂ ભગવાન,
એકબાજુ મંદી આવી છે.
આખો દિવસ મહેનત કરું છું.
તોતિંગ લાઈટબીલ ભરું છું.
ગરમી પણ બહુ પડે છે.
વરસાદ પણ ખૂબ પડે છે, જેથી ગંદકી બહુ થાય છે.
છોકરો બીમાર પડ્યો છે ને ડોકટરોની ફી પણ બહુ છે.
ઓફિસમાં અધિકારી અને ઘરે પત્ની ગાંઠતા નથી.
સ્કુલ ફી અને ટ્યુશન ફી ભરીને હાથ કાણાં થઈ ગયા છે.
શાકભાજીના તો ફક્ત હવે ભાવ જ પૂછાય છે.
હેરાન હેરાન થઈ ગયો છું."
ભગવાન:- "તો વત્સ ઉપર આવવું છે ???"
*વેપારીએ ફોન કાપી નાખ્યો.*
😂😂😉😜😜😔😩😷