" કહેવત "
૦૦૦૦૦૦
' દુઃખના ડુંગર ખડકાય ' ને ' સુખનો સમંદર છલકાય '
' નીડરની છાતી ફૂલે ' ને ' ભયમાં ભૂત દેખાય '
' આંસુ આંખમાં ઉભરાય ' ને ' ખુશી ખોબે ના સમાય '
' દાઝ દિલમાં દેખાય ' ને ' પ્રેમની પૂજા થાય '
' સત્ય હંમેશા સોના જેવું ' ને ' જૂઠનો બાપ જૂઠ કહેવાય '
' શક્તિશાળી સામે આવે ' ને ' ડરપોક ડરી ડરી જાય '
' શાંતિની વધે શોભા ' ને ' તોફાન તો તોરણીએ ટિંગાય '
' અભણ આંધળાથી પણ ગયો ' ને ' જ્ઞાનની પરબો મંડાય '
' ગાંડાના હોય ના ગામ ' ને ડાહ્યા ડફોળમાં ખપાય '
" Bન્દાસ " બિચારો બને ' ને ' લાચાર ખીર ખાય '
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી