મેસીએ જે ટિશ્યૂ થી આંસુ લૂંછ્યા હતા તે 7.4 કરોડ માં વેચાઈ શકે છે...
આવું વાંચી ને
આપણો જાણીતો કલાકાર ચંદુ એ કાચ ના બોક્સ માં ટિશ્યૂ નું મસ્ત પેકિંગ કર્યું અને ઓક્શન હાઉસ માં ગયો...
અધિકારી ને પૂછ્યું : 'આ ટિશ્યૂ ના કેટલા આવે?'
અધિકારી : 'જો જાણીતો ચહેરો હોય તો અમે પહેલા કોઈ ફી લેતા નથી, હરાજી પતે પછી અમે ફી લઈએ છીએ, પણ તમારો ચહેરો એટલો જાણીતો નથી એટલે અમે પહેલાથી જ જરૂરી ફી લઈ લઈશું, પછી અમે હરાજી માં આ ટિશ્યૂ મૂકીશું, ત્યાર બાદ હરાજી બોલાવીશું અને પછી હરાજી માં જે રકમ બોલાય એ તમારી,ઓકે'
'ઓકે'
કહીને ચંદુ એ મસ્ત પેકિંગ વાળુ ટિશ્યૂ આપ્યું,
અધિકારી સૂંઘીને :
' પરસેવો લૂછેલો છે ને?'
ચંદુ નવાઈ પામતો ; "જબરું યાર'
અધિકારી : 'અમે આની ફી એક લાખ લઈશું, પછી હરાજી માં મૂકીશું, પછી જે આવે તે તમારા નસીબ'
'ઓકે'
બીજે દિવસે ચંદુ પાછો ટિશ્યૂ લઈ ને ગયો,' આની કેટલી ફી? '
અધિકારી સૂંઘીને :' નાક લૂછેલૂ? '
' હા યાર, જબરું'
'આની ફી અમે બે લાખ લઈશું, પછી હરાજી માં મૂકીશું, પછી જે આવે તે તમારા નસીબ'
"ઓકે '
ત્રીજે દિવસે પાછો ચંદુ ગયો
અધિકારી સૂંઘીને:
'હોટલ માં ગયા હતા ને'
ચંદુ માથુ ખંજવાળતા :' એની માનું'
' ત્રણ લાખ લઈશું, પછી હરાજી માં મૂકીશું, પછી હરાજી માં જે રકમ બોલાય એ તમારી'
'ઓકે '
કહીને ચંદુ બહાર જવા નિકળ્યો ને પાછળ થી અધિકારી બોલ્યો:
' સરજી, લો આ દસ હજાર રૂપિયા,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
કાલે કોઈ જ ટિશ્યૂ ના લાવતા' '
😀😀😀😀😜😜😜😜😜😜😜😜😜😜😜😜
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
Mob. : 94268 61995