Gujarati Quote in Poem by yuvrajsinh Jadav

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને જણાવો કોણ છે ભગવાન!
મંદિરમાં રહેનાર એ સુંદર મૂર્તિ કે,
મંદિરની બહાર બેસનાર એ ભૂખ્યું બાળક...

મને જાણવો કોણ છે ભગવાન!
મોટી-મોટી ઇમારતોમાં રેહનાર મૂર્તિ કે,
ઇમારતને બનાવનાર એ માણસ...

મને જણાવો કોણ છે ભગવાન!
આપણો બનાવેલો થાળ જમનાર મૂર્તિ કે,
આપણને થાળ બનાવી આપનાર એ સ્ત્રી...

મને જણાવો કોણ છે ભગવાન!
મારી પાસે દાન લેનાર એ મૂર્તિ કે,
મને પગાર આપનાર એ માણસ...

મને જણાવો કોણ છે ભગવાન!
બીજા પાસે સુવિચાર લખાવનાર મૂર્તિ કે,
સુવિચાર લખતા શીખવનાર એ વ્યક્તિ...

મને જણાવો કોણ છે ભગવાન!
મારી પાસે આરતી કરાવનાર એ મૂર્તિ કે,
હંમેશા મારા જ ગુણગાન ગાનાર એ વ્યક્તિ...

મને જણાવો કોણ છે ભગવાન!
જેને માણસ કોતરીને બનાવે છે એ મૂર્તિ કે,
જે માણસ માણસને જ બનાવે છે તે?

હું જણાવું કોણ છે ભગવાન!
હંમેશા મારી ચિંતા કરનાર મારી માં અને
સદૈવ મારા સારા માટે પરિશ્રમ કરતાં મારા પિતા...

જાણો કોણ છે ભગવાન!

Gujarati Poem by yuvrajsinh Jadav : 111742999
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now