હીંચકો કંઇક શીખવે છે...
સાંજ ના જ્યારે સૂર્યાસ્ત ના સમયે શાંત વાતાવરણ માં પક્ષીઓ ના ધીમા સાદ સાથેે ગેલેરી માં હીંચકે ઝૂલતા ઝૂલતા હીંચકા ને ધ્યાન થી જોતા લાગ્યું કે જાણે હીંચકો કંઇક કહેતો હોય , શાંત મને વિચાર્યું તો ખબર પડી કે હીંચકા ખાવાની મઝા ત્યારેજ આવે જ્યારે તમે હીંચકા ને જેટલો આગળ લઇ જાઓ છો એટલો જ હીંચકો પાછળ પણ લઈ જાઓ,અને હા એવી જ રીતે તમે જીવનમાં ગમે તેટલી ઊંચી પોસ્ટ પર પહોંચી જાવ કે ગમે તેટલા રૂપિયા કમાઈ જાવ પણ જો તમે પાછળ છોડેલો શ્રમ અને સપોર્ટ યાદ રાખી ઇગો ને સ્વાર્થ છોડી જીવન જીવશો તો જિંદગી નો હિચકો ખાવાની જે મઝા આવશે તે કંઇક અલગ જ હશે..
Jignesh Shah