ચશ્મા
પહેરો અનોખા ચશ્મા અને જીંદગી જીવો માનવ.
અનોખા ચશ્મામાં તો છે ,માનવ જાદુઈ કરિશ્મા
જોઈલો અનોખી જીંદગી આ જાદુઈ ચશ્મેથી
ચશ્મા વિના લાગે આ હરિયાળી આપણને કોરી
જાદુઈ ચશ્મામાં મને લાગે લીલીછમ હરિયાળી
દાદાજીના ચશ્માં થી લાગે અનેરા આ ચશ્મા
વાંચવા બેસું અને દેખાય મને બધું જ દોડતું
પકડવા જાઓ તો જાણે ચશ્મામાં સમાઈ ગયું
જાદુઈ ચશ્મામાં, જાદુઈ વાતો લાગે મને અનેરી
જાદુઈ ચશ્માથી જીંદગી લાગી રહી મને રંગીન
જાદુઈ ચશ્માનો વટ, દોસ્તોની મહેફિલમાં જામ્યો
લોકો મને ઉડતા જોઈ રહ્યા આ જાદુઈ ચશ્મામાં
ગર્વથી કહેવા લાગ્યો આતો જાદુઈ છેમારા ચશ્મા
"આભાર" કુદરતનો કે, મળ્યા મને જાદુઈ ચશ્મા
-Bhanuben Prajapati