"કવિતા"કાર્યના જંગમાં પહેલી પંગતે રહીએ અને ઉત્સાહ ના શીખરે ચડીયે , સન્માન વેળાએ લોકો શોધી શોધીને થાકે,તોય ક્યાંય કદી ના જોડીએ, ચાલોને જસનો જમણવાર કરીયે,"પર"સેવા"ના પ્રેમમા એવા પડીએ, કે રેલમ છેલ એની કરીયે,તીલક,શ્રીફળ અને હારતોરા થી,વાઘ,વરૂની જેમ ભરીયે,ચાલને આપણે જસ નો જમણવાર કરીયે,અનામી કુળ ના આપણે "નબીરા"નામની પૂંઠે શું મરીયે આપણા તે નામનો એવો કસુર કરો, કે એને"તખતી"માં કેદ કરીએ, ચાલને આપણે જસ નો જમણવાર કરીયે.
-Kirit Cholera