જિંદગી બે કિનારે આવીને ઊભી રહી છે, માણસ એટલી સમસ્યાઓ અનુભવી રહ્યો છે કે કયા કિનારે નાવ મૂકુ તો સામે કિનારે નીકળી જવાય ,કારણ કે હાલની પરિસ્થિતિ જોતા મોંઘવારી ,બેકારી અને બીમારી આ બધી જ સમસ્યાઓ એ માનવીના જીવનને ઘેરી લીધું છે, એમાંતો હાલના બે વર્ષથી ચાલતા કોરોનાના કપરાકાળમાં માણસના જીવનને હચમચાવી નાખ્યું છે બિચારો માનવ પોતાની સમસ્યાઓનું સમાધાન કરે તો પણ કેવી રીતે કરે!! ચારે બાજુ અંધારું છે અને પ્રકાશ શોધવા માટે એક પ્રજવલિતજ્યોતની જરૂર છે એ જ્યોત શોધવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, છતાં પણ આ અંધારા નો ઉકેલ ક્યારે આવશે એ તમે કે,હું.. કોઈ જાણતા નથી..
જય શ્રી કૃષ્ણ
-Bhanuben Prajapati